Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસે કેન્દ્રની ભાજપ સરકાર પર વર્ષ ૨૦૧૫માં માઇક્રોવેવ સ્પેક્ટ્રમની ફાળવણીમાં રૂપિયા ૬૯,૩૮૧ કરોડનું કૌભાંડ આચરવાનો આરોપ મૂકી સુપ્રીમ કોર્ટની દેખરેખમાં તપાસની માગ કરી છે. કોંગ્રેસનો આરોપ છે કે આ કૌભાંડના કારણે દેશની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ કેગના રિપોર્ટને દર્શાવતા આરોપ મૂક્યો હતો કે, સરકારે નિયમોને તાક પર ચડાવીને વહેલા તે પહેલાના ધોરણે વર્ષ ૨૦૧૫માં માઇક્રોવેવ સ્પેક્ટ્રમની ફાળવણી કરી હતી જેના કારણે દેશની તિજોરીને મોટું નુકસાન થયું હતું. આ પહેલાં કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, ટેલિકોમ મંત્રી તરીકેના મારા કાર્યકાળમાં દરેક સ્પેક્ટ્રમની ફાળવણી હરાજી દ્વારા કરાઈ હતી પરંતુ હવે હું કેગ દ્વારા દર્શાવાયેલી ખામીઓની ચકાસણી કરીશ.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ