ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તેવી રિઝર્વ બેન્કનાં બોર્ડની બેઠક મુંબઈમાં યોજાઈ હતી. આ બેઠકમાં સરકાર અને રિઝર્વ બેન્ક વચ્ચે અનેક મુદ્દે મતભેદો સપાટી પર આવ્યા હતા. કેટલાક મુદ્દા પર સરકાર અને બેન્ક વચ્ચે સંમતિ સધાશે તેવી આશા સેવાઈ હતી, આમ છતાં કોઈ સંતોષકારક નિરાકરણ આવે તેવી શક્યતાઓ ધૂંધળી બની હતી. બોર્ડની બેઠકમાં કુલ ૧૯ મુદ્દા પર ચર્ચા કરાઈ હતી, જેમાં રિઝર્વ બેન્ક દ્વારા સરકારને વધુમાં વધુ ડિવિડન્ડ આપવાનો મુદ્દો મહત્ત્વનો હતો. આરબીઆઈના ગવર્નરે સરકારની આ માગણી સ્વીકારી શકાય તેમ નથી તેવું વલણ દર્શાવ્યું હતું.