રાફેલ સોદાની સીબીઆઈ દ્વારા તપાસ કરવી કે ન કરવી તે મુદ્દે તેમજ રાફેલ જેટ વિમાનની કિંમતના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં બુધવારે પાંચ કલાક સુધી ગરમાગરમ ચર્ચા ચાલી હતી. સુનાવણી પછી ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ. કે. કૌલ અને જસ્ટિસ કે. એમ. જોસેફની બેન્ચે કહ્યું હતું કે સરકારે હાલ રાફેલની કિંમત જાહેર કરવાની કે કિંમત અંગે જાહેરમાં ચર્ચા કરવાની જરૂર નથી. જ્યાંસુધી અમે કિંમત જાહેર ન કરીએ ત્યાંસુધી સોદા અંગે કે વિમાનની કિંમત અંગે જાહેરમાં કોઈ ચર્ચા કરવી નહીં.