Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પંજાબનાં અમૃતસરમાં ધોબીઘાટ ખાતે જૌરા ફાટક રેલવે ક્રોસિંગ નજીક શુક્રવારે મોડી સાંજે ૬.૪૫ કલાકે રાવણદહન કાર્યક્રમ વખતે ગમખ્વાર ટ્રેન અકસ્માત સર્જાતાં ઓછામાં ઓછાં ૬૦ લોકોનાં કરૂણ મોત થયાં હતાં. દશેરાના તહેવાર નિમિત્તે અમૃતસર નજીક આવેલા ચૌરા બજાર ખાતે રેલવે ટ્રેક નજીક રાવણદહનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. રાવણ દહન માટે રેલવે ટ્રેક નજીકનાં સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠાં થયાં હતાં. રેલવે ટ્રેકથી માંડ ૩૦ મીટર દૂર ઊભા કરાયેલા પૂતળાનું દહન શરૂ થતાં જ પૂતળાની નજીક ઊભેલા લોકોમાં ભાગદોડ મચી હતી. ફટાકડાથી બચવા લોકો રેલવે ટ્રેક તરફ પાછા હટી રહ્યાં હતાં એટલામાં પઠાણકોટથી અમૃતસર જઇ રહેલી ડીએમયુ ટ્રેન નંબર ૭૪૯૪૩ પુરઝડપે આવી પહોંચતાં ટ્રેક પર આવી ગયેલાં લોકોને અડફેટે લીધાં હતાં. મોટી સંખ્યામાં ટ્રેક પર આવી ગયેલાં લોકો આતશબાજીના અવાજમાં ધસમસતી આવી રહેલી ટ્રેન તરફ કોઇનું ધ્યાન ગયું નહોતું અને પૂરપાટ દોડી રહેલી ટ્રેને સંખ્યાબંધ લોકોને કચડી નાખ્યાં હતાં.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ