Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  •  

    ઈ.સ. 1275 સાલની વાત છે.
    એ વર્ષે ચિતોડની ગાદી પર રાજા લક્ષ્મણસિંહનું શાસન હતું. પરંતુ લક્ષ્મણસિંહ સગીર ઉંમરનો હોવાથી એના વાલી તરીકે એના કાકા ભીમસિંહજી રાજ કારભાર ચલાવતા હતા. જોકે લક્ષ્મણસિંહના કાકાનું ભીમસિંહ નામ ઈતિહાસના ઉંડા સંશોધનથી ખોટું થયું છે. તેમનું સાચુ નામ હતું રત્નસિંહ.
    ભીમસિંહજી વીર પરાક્રમી અને રાજ વહીવટમાં કુશળ હતા. તેઓ સિંહલ દ્વિપ (લંકા) ના રાજા ગંધર્વસૈનની પદ્મિની નામની અત્યંત રૂપવતી કન્યા સાથે પરણ્યા હતા. જોકે પાછળથી રાજસ્થાનના ઈતિહાસનો જે સંશોધન થયું છે તે ઉપરથી પદ્મિની સિંહલ દ્વિપના રાજાની નહીં પણ ચિત્તોડથી પૂર્વમાં ચાલીસ માઈલ દૂર આવેલા સિંગોલીના એક સરદારની કન્યા હતી.

    પદ્મિની તેના નામ પ્રમાણે ખરેખર એક સૌંદર્યવતી સ્ત્રી હતી. તેના રૂપની ખ્યાતિ સારાએ મુલકમાં પસરેલી હતી. પદ્મિની માત્ર રુપની પૂતળી જ નહોતી, પરંતુ તેનામાં અપૂર્વ સૌંદર્ય અને અણિશુદ્ધ ચારિત્ર્યનો સુમેળ સધાયો હતો. એથી કરીને લોકોના હૃદયમાં તેનું નામ સ્થાન પામ્યું હતું. કહેવાય છે કે સતિ સાધ્વી રૂપસુંદરી પદ્મિનીનાં નામ ઉપરથી એ વખતની કન્યાઓનાં નામ પદ્મિની પાડવાની ફેશનપ્રથા બની હતી.
    એ વખતે દિલ્હીની ગાદી પર બાદશાહ અલાઉદ્દિન ખીલજી (ખૂની) રાજ્ય કરતો હતો. પદ્મિનીનાં અદ્ભૂત સૌંદર્યની વાત સાંભળીને તેને પદ્મિનીને પોતાની બેગમ બનાવવાનું મન થયું અને એટલા માટે તેણે ઇ.સ. 1303માં ચિત્તોડ પર ચઢાઈ કરી. 
    અલાઉદ્દિનના રાજ્યમાં હિન્દુઓ ઉપર કેવા ઘોર અત્યાચાર ગુજરતા હતા તેની વાતો ચિત્તોડના લોકોએ સાંભળેલી હતી. હવે એ જ અલાઉદ્દિન તેમના રાજ્ય પર ચઢી આવ્યો હતો અને તે પણ તેમની જ એક સતિ સાધ્વી રાણીનું શીયળ લૂંટવા. આથી અલાઉદ્દિન વિરૂદ્ધ ચિત્તોડના રજપૂતોનું લોહી પૂરેપુરુ ઉકળી ઉઠ્યું. પોતાની તલવારના સૌંગધ ખાઈને તેઓ ગરજી ઉઠ્યાઃ ‘અમારામાં જ્યાં સુધી પ્રાણ હશે ત્યાં સુધી તો અમારી મા બહેનોની લાજ એ યવન બાદશાહના હાથે નહીં લૂંટાવા દઈએ!’. 
    આમ રજપૂતોએ જોરશોરથી અલાઉદ્દિન ખીલજીનો સામનો કર્યો. યવનો અને રજપૂતો વચ્ચેનું આ યુદ્ધ ઘણું લાંબુ ચાલ્યું. છેવટે અલાઉદ્દિન થાક્યો. થાકીને તેણે એક યુક્તિ કરી. તેણે ફેરવી તોળતાં ભીમસિંહજીને કહેવડાવ્યુઃ તમારા રાણી પદ્મિનીને લઇ જવા માટે હું આવ્યો નથી, એમનાં અદભૂત સૌંદર્યની વાત સાંભળીને માત્ર એક વાર હું એમનાં દર્શન કરવા આવ્યો છું. બસ એક વાર મને રાણીનાં દર્શન કરાવો, પછી હું દિલ્હી પાછો ચાલ્યો જઇશ.

    ભીમસિંહને આ વાત બિલકુલ ન રુચિ. તેમણે તો નક્કી કરી નાખ્યુઃ યુદ્ધ ભલે લંબાય, પરંતુ બાદશાહને પદ્મિની બતાવાનું કામ અશક્ય છે. 
    પરંતુ આ વાત જ્યારે પદ્મિનીનાં જાણવામાં આવી, ત્યારે એ શાણી સ્ત્રીએ વિચાર્યુઃ મને એક વાર નિરખવા માટે બાદશાહ માંગણી કરે છે તેમાં ખાસ શો વાંધો છે? આપણું મન ચોખ્ખું છે, પછી બાદશાહ આપણને શું કરવાનો હતો? જોકે આમ એક યવન બાદશાહને મારું મો બતાવવું અજૂગતું તો છે જ, પરંતુ માત્ર એટલાથી મારાં રજપૂત ભાઈઓ મોટા અને ખોટા રક્તપાતમાંથી બચી જતાં હોય તો, એટલો કડવો ઘૂંટડો હું ગળી જઇશ.
    એટલે તેણે પોતાનાં પતિ – ભીમસિંહને કહ્યું સ્વામિનાથ, આપણાં બહાદુર રજપૂતોનો નાહક રક્તપાત કરાવવાની કઈ જરૂર નથી. મેં એક યુક્તિ વિચારી છે. એથી બાદશાહ મને પ્રત્યક્ષ રીતે તો નહીં જોઈ શકે પરંતુ પરોક્ષ રીતે જરૂર જોઇ શકશે. એક મોટો અરીસો એવી રીતે ગોઠવવામાં આવે કે પડદાની આડમાં આવેલી વ્યક્તિનું પ્રતિબિંબ એમાં બરાબર પડે. એવી રીતે પડદાની આડમાં ઉભી રહીશ. પછી બાદશાહ અરીસામાં પડેલું મારું પ્રતિબિંબ ભલે જુએ.
    ભીમસિંહને પણ આ વાત ઠીક લાગી, એટલે આ રીતે અલાઉદ્દિનને પદ્મિની બતાવવાનું નક્કી થયું. આ સમાચાર અલાઉદ્દિનને પાઠવવામાં આવ્યા ત્યારે તે આ રીતે પણ પદ્મિનીને જોવા માટે તૈયાર થયો. 
    એટલે ભીમસિંહે બાદશાહ અલાઉદ્દિનને મહેમાન તરીકે પોતાના મહેલે નોતર્યો. અલાઉદ્દિન પોતાના થોડા સેવકો સાથે ભીમસિંહના મહેલે નિર્ભયપણે આવી પહોંચ્યો. કેમ કે તેને ખાતરી હતી કે રજપૂત રાજાઓ પોતાના વચન મુજબ જ વર્તે છે. વચન મુજબ, કોઈ જાતના દગા ફટકા વગર અલાઉદ્દિનને અરીસામાં પદ્મિની જોવા મળી. અલાઉદ્દિન પદ્મિનીની બાજુ પીઠ કરીને બેઠો હતો અને એ રીતે જ તેણે અરીસામાં પદ્મિનીનાં પ્રતિબિંબને જોયું હતું.
    પરતુ પદ્મિનીનું અપૂર્વ  સૌંદર્ય તેના પ્રતિબિંબમાં પણ ઢાંક્યું રહ્યું નહીં. પદ્મિનીનાં સૌંદર્યની જે કલ્પના અલાઉદ્દિનના હૃદયમાં રમતી હતી, તેનાથી અનેકગણો સૌંદર્ય તેને એ રૂપમણિનાં પ્રતિબિંબમાં જોવા મળ્યું. આથી એ જ ઘડીએ તેણે પદ્મિનીને ગમે તે ભોગે મેળવવાનો દ્રઢ નિશ્ચય મન સાથે કરી નાખ્યો.
    પરંતુ તે સમજતો હતો કે યુદ્ધ કરીને હવે ચિત્તોડને હરાવવું શક્ય નથી એટલે તેણે કપટ બુદ્ધિથી કામ લેવા માંડ્યું. પદ્મિનીનું પ્રતિબિંબ જોયા બાદ અલાઉદ્દિને ભીમસિંહને મિત્રભાવે પોતાના તંબૂમાં આવવાનું આમંત્રણ પાઠવ્યું. આ આમંત્રણ પાઠવતી વખતે એ વિશ્વાસઘાતી બાદશાહે મુખ એવું ગંભીર રાખ્યું કે તેના મનના કપટની જરાપણ ગંધ ભીમસિંહને આવી નહીં. ભીમસિંહ તો સરળ સ્વભાવના હતા, પોતાનું હૃદય જેવું સ્વચ્છ હતું તેવું જ તેઓ અલાઉદ્દિનનું ધારતા હતા. એટલે અલાઉદ્દિનના આમંત્રણને માન આપીને તેઓ તેના તંબૂમાં ગયા. એ જ વખતે દગા ફટકાથી અલાઉદ્દિનના સૈનિકોએ તેમને કેદ પકડ્યા. પછી અલાઉદ્દિને ચિત્તોડવાસીઓને કહેવડાવ્યુઃ જ્યાં સુધી મને પદ્મિની નહીં મળે, ત્યાં સુધી હંસ ભીમસિંહને છોડનાર નથી! અલાઉદ્દિનના આવા છળકપટ અને વિશ્વાસઘાતથી ચિત્તોડમાં હાહાકાર મચી ગયો. રાજપૂતોએ વિચાર્યું કે આ સ્થિતિમાં તેઓ ભીમસિંહને છાનું છપનું ઝેર મોકલી આપે, જેથી તેઓ આત્મયજ્ઞ કરીને સ્વર્ગમાં ચાલ્યા જાય, પરંતુ સતિરાણી પદ્મિનીને આ વાત ન રુચિ. પોતાનાં કારણે પોતાનાં પતિનું મૃત્યુ થાય એ તેને ન રુચ્યું. એ બોલીઃ ભલે મારું મૃત્યુ થાય, પરંતુ આ રીતે લાચાર દશામાં મારાં રાણાજીનું મૃત્યુ તો ન જ થવા દઉં! એટલે તેણે કૂટનીતિથી કામ લેવાનું યોગ્ય ધાર્યું. પોતાનાં પિયરનાં બે બહાદુરો ભીમસિંહના રાજ્યની સેવામાં હતા જ, તેમની બહાદુરી અને વફાદારી પર પદ્મિનીને પુરેપુરો વિશ્વાસ હતો. પદ્મિનીના આ બે સ્વજનો તે ગોરા અને બાદલ. ગોરા ભીમસિંહની સેનામાં સેનાનાયક હતો. બાદલ માત્ર 12 વરસની નાની ઉંમરનો હતો પરંતુ એ નાનો છતાં સિંહનું બચ્ચું હતો. સેનાપતિ ગોરા તેનો કાકો થતો હતો. આ કાકા ભત્રીજાને પદ્મિનીએ પોતાની પાસે બોલાવડાવ્યાં અને તેમને બધી પરિસ્થિતિથી વાકેફ કર્યા. પછી એ ત્રણેય જણાંએ મળીને એક વિચક્ષણ અને અદભૂત યોજના વિચારી કાઢી. એ યોજના અનુસાર પદ્મિનીએ અલાઉદ્દિન બાદશાહને કહેવડાવ્યુઃ જ્યારે આપ નામદાર મારાં કારણે નિર્દોષ એવા મેવાડના રાણાના પ્રાણ લેવા તૈયાર થયા છો, તો હું પોતે આપની બેગમ બનવા ખુશી છું. પરંતુ આપની પાસે આવીશ તે એક રાજરાણીની અદાથી. હું એકલી આપની પાસે કદાપી નહીં આવું. અહીં ચિત્તોડમાં મારી સાતસો જેટલી સાહેલીઓ છે. તેના વગર મને ઘડીક પણ ચેન પડતું નથી. મારી એ સાતસોએ સહેલીઓ ઉંચા અને ખાનદાન રજપૂત કુટુંબની કન્યાઓ છે અને સ્ત્રીઓ છે. એમાંની કેટલીક મને આપની પાસે વળાવીને ચિત્તોડ પાછી ફરશે ને બાકીની મારી સાથે રહેશે. વળી આપની હું બેગમ બનું તે પહેલા એકવાર મારાં પતિ-મેવાડના રાણાનું એકાંતમાં દર્શન કરવાની આપે મને રજા આપવી પડશે. હું જ્યારે રાણાની આવી મુલાકાત લઉં ત્યારે તેમના બંદીખાનાની આસપાસ કોઈ જાતનો પહેરો ન હોવો જોઇએ. મારી સાહેલીઓ અને હું જ્યારે પાલખીઓમાં બેસીને આવીએ, ત્યારે રસ્તામાં આપના મુસલમાન સૈનિકોની કોઇ જાતની રોકટોક થવી ન જોઇએ. જો આપ નામદારને આ શરતો માન્ય હોય તો આ રીતે હું આપની બેગમ થવાં ખુશી છું.
    માણસને જ્યારે કામ વ્યાપે છે ત્યારે તે અંધ બને છે. એ જ રીતે અલાઉદ્દિન પદ્મિની પાછળ કામાંધ બન્યો હતો. એટલે તેણે પદ્મિનીની બધી શરતો માન્ય રાખી. તેને તો એક જ વાતની લગની લાગી હતી કે, કોઇપણ ભોગે પદ્મિની પોતાની થાય.
    અલાઉદ્દિને પોતાની શરતો માન્ય રાખી એટલે આ બાજું પદ્મિનીએ અને ગોરા-બાદલ આદિ સેનાનીઓએ બધી તૈયારીઓ કરવા માંડી. સાતસો સાહેલીઓ માટે કુલ સાતસો પાલખીઓ તૈયાર કરવામાં આવી. તેમાં  પદ્મિનીની સાહેલીઓ બેસવાની નહોતી પરંતુ તેમના સ્થાને પ્રત્યેકમાં બબ્બે રજપૂત યોદ્ધાઓ બેસી જવાના હતા. વળી પ્રત્યેક પાલખીને ઉપાડનાર ચાર ભોઈઓ તો જોઇએ ને? આ ભોઈઓનો વેશ વીર રજપૂત યોદ્ધાઓએ લીધો હતો. એટલે પ્રત્યેક પાલખીની સાથે છ છ રજપૂત યોદ્ધાઓ અલાઉદ્દિનની છાવણીમાં દાખલ થવાના હતા. એટલે પદ્મિની સાથે સાતસો પાલખીઓમાં બધા મળીને બૈતાળીસો રજપૂત યોદ્ધાઓ અલાઉદ્દિનની છાવણીમાં કૂચ કરી જવા રવાના થયા. સૌથી મોખરાની પાલખી સર્વથી સુંદર હતી અને બધી પાલખીઓથી તે જુદી તરી આવતી હતી. તેમાં પદ્મિની પોતે બેઠી હતી જોકે એમ પણ કહેવાય છે કે પદ્મિનીની પાલખીમાં પદ્મિની પોતે બેઠી ન હતી, પરંતુ તેને બદલે ભીમસિંહની બેડીઓ તોડવા માટે જરુરી સાધનો લઇને એક લોહાર તેમાં બેઠો હતો. તેની પાલખીની આગળ ગોરા અને બાદલ – કાકો ભત્રીજો ઘોડેસવાર થઇને ચાલતા હતા.
    આ રીતે નક્કી થયેલા દિવસે અને સમયે અલાઉદ્દિનની છાવણીમાં સાતસો પાલખીઓ દાખલ થઇ. શરત મુજબ પાલખીઓની હારથી મુસલમાન સૈનિકો દૂર ઉભા રહ્યાં હતાં. છાવણીમાં જઇને પદ્મિની ભીમસિંહને મળવા ગઇ, તેની સાથે તેણે થોડીક બીજી પાલખીઓ પણ રાખી હતી, ગોરા અને બાદલ તો સાથે હોય જ. પદ્મિની રાણાને મળી અને ચાલાકીથી થોડી જ વારમાં એવો ગોટાળો વાળ્યો કે ભીમસિંહજી અને પદ્મિની એક સામાન્ય પાલખીમાં ભરાઈ બેઠા. પદ્મિનીની ખાસ પાલખીમાં બીજા ત્રીજા ભરાઈ બેઠાં. પછી પદ્મિની અને ભીમસિંહવાળી પાલખીને વચમાં રાખીને થોડીક પાલખીઓ પાછી વળી કે આવજો ચિત્તોડ વહેલું. અલાઉદ્દિનના માણસોએ એમ ધાર્યું કે આ તો રાણી પદ્મિનીને વળાવીને તેની કેટલીક સાહેલીઓ પાછી વળતી હતી!
     આ બાજું અલાઉદ્દિન તો પદ્મિનીની રાહ જોતો બેઠો હતો. તેના મનમાં હતું કે ભીમસિંહને મળીને હમણાં પદ્મિની પોતાની પાસે આવી પહોંચશે. પરંતુ ઠીક ઠીક રાહ જોવા છતાં પદ્મિની પોતાની પાસે ન આવી. એટલે બાદશાહને કંઇક વહેમ પડ્યું. તરત જ તે ઉઠ્યો અને થોડાક માણસો સાથે ભીમસિંહના કારાગાર ભણી ગયો. તપાસ કરતો તે પદ્મિનીની પાલખી આગળ આવી પહોંચ્યો. તરત જ તેણે પાલખીનો પડદો હટાવી દીધો! ત્યાં આ શું? અંદર બેઠેલા રજપૂતોવીરો ધડ કરતાં મોટા સિંહનાદ સાથે કૂદી પડ્યાં. એ સાથે જ બાકીની બધી પાલખીઓમાં છુપાઈ બેઠેલા રજપૂત વીરો તથા ભોઈ વેશે આવેલા રજપૂત યોદ્ધાઓ પોતાની સમશેરો સાથે જંગમાં ઝૂકી પડ્યા. બાદશાહના સૈનિકો તથા રજપૂત યોદ્ધાઓ વચ્ચે જબરો જંગ મચ્યો. આ જંગમાં વીર કાકા-ભત્રીજા ગોરા અને બાદલે, ખાસ કરીને બાલવીર બાદલે કેવી અદભૂત વીરતા દાખવી હતી તેનું વીરતાભર્યું વર્ણન સ્વર્ગસ્થ કવિ ખબરદારે પોતાના અમરકાવ્ય, બાદલવીરમા કરેલ છે. તેમાંથી થોડીક કાવ્ય પંક્તિઓ ટાંકીએ તો...
    હથિયારો વીજળીએ ચમકે, રણ ગગડાટે ધરણી ધમકે,
    વીર બાળક અશ્વે જ્યાં ઠમકે, ન ગણે ઘા નીજ સૌમ્ય શરીર!
    ગોરો ભૂમિ પડે ના ખાંચ્યો, ભીમસિંહ મુક્ત કરીને રાંચ્યો,
    બળવંતા અરીને શિર નાચ્યો, વિજય આવ્યો બાદલ વીર!
    (રાષ્ટ્રીકામાંથી)
    વીર સેનાપતિ ગોરાને બહાદૂરીપૂર્વક લડતા લડતા જ આ યુદ્ધમાં વીરગતિ પ્રાપ્ત થઈ. બાદલ સાથેનું બાકીનું સૈન્ય ચિત્તોડ પાછું ફર્યું. પદ્મિની સાથે ભીમસિંહજી ચિત્તોડના કિલ્લામાં ક્ષેમકુશળ પહોંચી ગયા. અલાઉદ્દિન હાથ ઘસતો રહી ગયો.
    આ રીતે જે પરિણામ આવ્યું તે અલાઉદ્દિનને ખૂબ ખૂંચવા લાગ્યું. કેટલાક વર્ષો પછી ઈ.સ. 1297માં પ્રચંડ સૈન્ય લઇને અલાઉદ્દિને ફરી ચિત્તોડ પર ચઢાઈ કરી. અલાઉદ્દિનના આ વિશાળ સૈન્ય સામે ટક્કર લેવી અશક્ય હતી. આમ છતાં રજપૂત વીરો હિંમત હાર્યાં નહીં. તેઓ કેસરિયા કરીને અલાઉદ્દિન સામે ધસી ગયા. ભીમસિંહે તેમની આગેવાની લીધી હતી. બધા રજપૂત યોદ્ધાઓ રણક્ષેત્રમાં બહાદુરી બતાવીને વીરગતિને પામ્યા. શહેનશાહ અકબરના સુપ્રસિદ્ધ પ્રધાન અબુલ ફઝલના ઈતિહાસગ્રંથ ‘આઈને અકબરી’ અનુસાર મેવાડના રાણા ભીમસિંહ અલાઉદ્દિન સાથેના યુદ્ધમાં જ મૃત્યુ પામ્યા હતા. બીજી બાજુ સતિ સાધ્વી રાણી પદ્મિનીએ જોહર કરવાનું નક્કી કર્યું. આ માટે પદ્મિનીની આગેવાની નીચે રજપૂત વિરાંગનાઓ એકત્ર થઈ. ચિત્તોડમાં એ વખતે એક મોટો ઉંડો કૂવો હતો તેમાં પાણી કેટલાયે વખતથી સૂકાઈ ગયેલું હતું. આ કૂવામાં મોટી ચિતા ખડકવામાં આવી. ચિતાની ઝાળ છેક આકાશે અડવા લાગી. પદ્મિનીની આગેવાની નીચે બધી જ રજપૂત વિરાંગનાઓ આ ચિતામાં પડવા તલપાપડ બની. પદ્મિની સૌને મોખરે હતી. તે વીરત્વભરી જવાનમાં બોલીઃ ‘બહેનો, ચાલો, આજે આપણે સહું આર્ય સ્ત્રીની મર્યાદાની રક્ષા માટે, પવિત્ર સતિધર્મની રક્ષા માટે આ પવિત્ર અગ્નિમાં કૂદી પડીએ. જીવતા સુધી આપણે આપણું ચારિત્ર્ય નિશ્કલંક રાખ્યું છે, હવે આ કારમી પળે અગ્નિદેવતા આપણું ચારિત્ર્ય નિશ્કલંક રાખશે યવનો પણ ભલે જુએ કે આર્યસ્ત્રીઓને કોઈપણ સંજોગોમાં તેમનું સતિત્વ જાળવતાં આવડે છે!’.
    આમ કહીને એ ભડભડતાં અગ્નિમાં સહુ પ્રથમ પદ્મિનીએ ઝંપલાવ્યું એ પછી બાકીની રજપૂત વિરાંગનાઓ એક પછી એક કૂદી પડી.
     જે ચિતાકુંડમાં પદ્મિનીએ હજારો રજપૂત વિરાંગનાઓ સાથે જૌહર યજ્ઞ કર્યો હતો તેનું પવિત્ર દર્શન હજુ પણ ચિત્તોડની ભૂમિમાં થઇ શકે છે.
    સૌંદર્ય અને સતિત્વની સાક્ષાતમૂર્તિ જેવી રાણી પદ્મિનીથી ભારતભૂમિ જરૂર ગર્વ લઇ શકે છે, કોઈપણ ભૂમિ ગર્વ લઇ શકે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ