જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લાના સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષાકર્મીઓ અને આતંવાદીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જો કે સુરક્ષાકર્મીઓ તરફથી જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો, અને સામસામા ગોળીબારમાં બે આંતકવાદીઓ માર્યા ગયા હતા.જેમાં એક આતંકવાદી લશ્કરે તોયબાનો કમાન્ડર શકુર અહેમદ દાર છે , અન્ય એક આતંકવાદી હૈદર જે પાકિસ્તાની નાગરીક હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.