માલદીવમાં ચીન પોતાનો પ્રભાવ વધારવા જાત જાતની તરકીબો કરી રહ્યું છે. પેન્ટાગોનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ચીનની માલદીવ ખાતેની પ્રવૃત્તિઓ અમેરિકાની સાથે સાથે ભારત માટે પણ ચિંતાનું કારણ બની શકે છે. અમેરિકા સ્વતંત્ર ઈન્ડિયા- પેસિફિક નિયમો માટે પ્રતિબધ્ધતા ધરાવે છે. માલદીવના ભૂતપૂર્વ વિદેશમંત્રી અહમદ નસીમે અમેરિકા મુલાકાત સમયે ચીન જમીન પર કબ્જો કરી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.