Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પેંધો પડી ગયેલો પસ્તીવાળો રોજ ત્રાજવું અને કાટલાં લઈને ( કે ભલું હશે તો સ્પ્રિંગ બેલેન્સ લઈને) દર પખવડિયે તમારે બારણે ટકોરા મારે છે. બહાર તો, અલ્યા, સાડા ચાર રૂપિયા કિલોના આલે છે, તમે કહેશો. પેટછુટી વાત કરૂ, સાહેબ, પસ્તીવાળો કહે છે. એ પોતાની ફિલસૂફી સમજાવે છે:  એમ તો ઘણા બૈરાં પોણા પાંચ માગે છે. લોભિયા હોય ત્યા ધુતારા ભૂખે ન મર, અમે  કહીએ, અલ્યા, પોણા પાંચના કાકા. પછી અમે વજનમાં બરાબર  મારીએ, શુ કરીએ, સાહેબ. બાકી તમારા જેવા સમજદાર માણસ હોય તો જરાક સરખું વજન કરીએ અને ઓછું મારીએ. પોતે શું બકે છે એનું પણ એ પસ્તીવાળાને ભાન નથી. એ તમારી 25 કિલો પસ્તી લઈ જાય અને વજન થાય માત્ર 16 કિલો. હમણાં કન્ઝ્યુમરના અધિકારોની અખબારોમાં અને ટીવી ઉપર ખૂબ ચર્ચા થાય છે. ગ્રાહકને સૌ લૂંટે છે. તમને વેપારી બાસમતી કહીને જે ચોખા આપે છે એમાં એક દાણોય બાસમતીનો હાતો નથી. રસ્તા ઉપરનો ફેરિયો તમને જે 250 ગ્રામ દ્રાક્ષ આપે છે તે વાસ્તવમાં 150 ગ્રામ હોય છે. તેનું ત્રાજવું ખોટું, તેની દાંડી ખોટી, હાથનો તેનો ઝડકો ખોટો. તેનાં કાટલાં ઉપર 250 ગ્રામ લખ્યું હોય તો એ કાટલાં પણ ખાસ બનાવડાવેલાં અને બવાનટી હોટ છે. વેપારી તમને માલ આપે અને તમે રસીદ માગો તો એ  તમને ઉલ્લુ બનાવે : રસીદ જોઈતી હશે તો ઉપર સેલ્સટેક્સ લાગશે હા. જોણે  અમસ્તો એ બાપડો વેચાણવેરો લેતો જ ન હોય. વેપારી પાછો પેકેટ ઉપર લખી હોય એ કિમંત મેક્સિમમ હોય તોપણ લોકલ ટેક્સીસ એકસ્ટ્રા લગાડે. કાયદા અટપટા છે અને અદાલતે ચઢવા કોઈ રાજી નથી.

        જનરલ પ્રેક્ટિશનર તો કન્સલ્ટંટ પાસેથી અને ફાર્માસ્યુટિકલ કંપની પાસેથી એમ બેવડું કમિશન લે છે. તમારી ખોલીને કે તમારા કાતરિયાને દિવાળી વખતે ચૂનો કે ડિસ્ટેમ્પર લગાડવું હોય તો 40 રૂપિયાનો ચૂનો, 10 રૂપિયાની ગળી, 10 રૂપિયાનો સરેશ, 35 રૂપિયા રંગારાના એમ ગણો તો તમે મહામૂર્ખ હશો. કોન્ટ્રેક્ટર આવશે. તે 400 રૂપિયા લેશે. 20 રૂપિયા કારીગરના અને 50 પૈસા કારીગરની બીડીના. સાડા અઠ્ઠાવન રૂપિયાના ખર્ચ સામે પેલો વચેટિયો 400 રૂપિયા લે છે. કારીગરને ચાર બીડી બોવસરૂપે આપીને શેઠ એની પાસેથી 11 કલાક કામ ખેંચાવે છે. કારીગરને તમે ખૂણામાં લઈને  જઈને કહો, આવતી દિવાળીએ તું એકલો આવજે,, હું તોને 200 રૂપિયા આલીશ. ના સાહેબ, એ માણસ ધ્રુજતો કહશે, શેઠને ખબર પડી જાય તો મારી જિંદગી બરબાદ થઈ જાય. હિમાચલ પ્રદેશમાં ખેલો કરનારાઓ

કાર્ટલ રચીને 40 પૈસે કિલોને ભાવે ટનબંધ સફરજન ખરીદી લે છે. એ સફરજન અંધેરી-વરસોવાની ફૂટપાથ ઉપર પહોંચે ત્યારે તેના કિલોએ 15 રૂપિયા થઈ જાય છે. પસીનો સીંચીને ઉગાડનારો નાગોપૂગો ફરે છે. તમારા (ગ્રાહકના) ગૂંજામાં કાણું પડે છે. વચેટિયાઓ મલાઈ ખાઈ જાય છે. ટેન પર સેન્ટ નહીં થ્રી થાઉઝન્ડ પર સેન્ટ.

        વૈષ્ણવ મંદિરના મુખિયાજીઓથી માંડીને નામીચા અધિકારીજીઓ સુધીના સુપર ભક્તો કમિશન ખાઈ જાય છે.  ગાદીપતિઓ, વહુજીઓ, બટીજીઓ અને લાલજીઓ પણ સોનાની ઘંટીથી માંડીને જરઝવેરાત સુધીનું જે કાંઈ હાથમાં આવે તે લઈને ભાગે છે. ખાનગી ને સરકારી ટ્રસ્ટીઓ નીમવામાં આવે છે ત્યારે ઊલટું વધુ ચવાઈ જાય છે. જૈન શ્રેષ્ઠીઓ કે ચર્ચાવાળોઓ કે ગુરૂદ્રારાનાં સંચાલકો કે વકફ મેનેજરો પણ કાંઈ ઓછી માયા નથી. ભગવાનના માલમાંથી કમિશન કાઢવાનું ગરીબોને માટે એક્સર્સાઈઝ નોટબુકોથી માંડીને ચશ્માં સુધીની સરખાવતી ચીજો વહેચનારાઓ પણ વચ્ચેથી માલ સેરવી લે છે. ભગવાનનેય લોકો  આરામથી છેતરે છે. મોટ્ટા મોટ્ટા બાબાઓ, બાવાઓ, ધર્મગુરૂઓ, શાસ્ત્રીઓ, બાપુઓ, મહારાજો, ભગવાનો, ગુરૂઓ અને ઓલિયાઓ પણ ઘાલમેલ કરે છે. સંશોધનાત્મક પત્રકારત્વ ચેરિટી કમિશનરની અને આવકવેરાની કચેરીઓમાંની ફાઈલોમાં ડુબકી મારીને સ્કૂપનું મોતી લઈ આવે અને દસ્તાવેજી પુરાવાઓ સાથે એને છાપી મારે તો લોકોનાં હ્રદયમાંથી દયાના અને શ્રદ્ધાનાં ઝરણા સમૂળગાં સુકાઈ જશે. સાધુસંતો, બીશો નહીં, પત્રકારો પણ ટેન પર સેન્ટિયા છે. પન્નાલાલ પટેલનો ખેડુત વૈતરણીને કાઠે પહોચ્ચો અને તેણે જોયું કે ધરતી ઉપર પોતાની ગાય ખંડી લેનાર શેઠિયાની પેલા બે જમડાઓ ફેવર કરે છે. (માત્ર એકેક બીડીના બદલામાં) ત્યારે ખેડુત બાપડો કલ્પાંત કરે છે : અહી અગાહી પણ ધરતી જેવી જ રૂશ્વત હોય તો અમારે હવે ક્યા જવું? જહાન્નામમાં. નહીં, નહીં, ત્યાંય ટેન પર સેન્ટિયા કલ્ચર પૂગી ગયું હશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ