દેશના અનેક રાજ્યોમાં મૂશળધાર વરસાદે ભારે કરે મચાવ્યો છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ સંબંધિત અકસ્માતોમાં 18 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે રાજસ્થાનમાં વંટોળિયા વરસાદના કારણે અનેક જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
પૂર્વોત્તર ભારતમાં અરૂણાચલ પ્રદેશ અને સિક્કિમમાં ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. બીજીબાજુ હવામાન વિભાગે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને કેરળમાં ભારે વરસાદની એલર્ટ જાહેર કરી છે.