ગુજરાત પોલીસ માં PSI ભરતી ની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે મહત્વની માહિતી સામે આવી છે. રાજ્ય સરકારે ગ્રામ્ય સુરક્ષા કવચ યોજના (GSKY) હેઠળ બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની 200 નવી જગ્યાઓ ઊભી કરવાની મંજૂરી આપી છે. ગૃહ વિભાગના ઠરાવ બાદ આ જગ્યાઓ પર નિયમ મુજબ ભરતી પ્રક્રિયા હાથ ધરવાનો માર્ગ મોકળો થયો છે.
રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારોની પોલીસ વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ વિભાગના 27 એપ્રિલ, 2026ના મંજૂરી પત્રના આધારે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી દ્વારા નવી સેવા વર્ષ 2026-27 માટે દરખાસ્ત કરવામાં આવી હતી.
આ દરખાસ્તમાં ગ્રામ્ય સુરક્ષા કવચ યોજના અંતર્ગત 200 બિનહથિયારી PSIની જગ્યાઓ ઊભી કરવાની માંગ કરવામાં આવી હતી. સરકાર દ્વારા આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવતા ગુજરાત પોલીસ (Gujarat Police)માં નવી જગ્યાઓનો ઉમેરો થયો છે.




29.jpg)


244.jpg)
1.jpg)
5.jpg)
97.jpg)
20.jpg)
36.jpg)
50.jpg)
40.jpg)
238.jpg)
