નવી દિલ્હીના યશોભૂમિ ખાતે એશિયાના સૌથી મોટા ટેક અને ટેલિકોમ ઈવેન્ટ 'ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ' (IMC 2026) ના 10મા સંસ્કરણનું ઉદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આગામી 10 ઓક્ટોબર સુધી ચાલનારા આ ભવ્ય ટેક્નોલોજી શોકેસમાં દેશ-વિદેશની દિગ્ગજ કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ ભાગ લઈ રહ્યા છે. ઉદ્ઘાટન સમારોહની શરૂઆતમાં વડાપ્રધાન મોદીએ દેશની સેવાના 25 વર્ષ પૂરા થવા પર વાત કરી હતી. આ ઉપરાંત નિધન પામેલા દિગ્ગજ અભિનેતા નાના પાટેકરને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે છેલ્લા 10 થી 12 વર્ષોમાં મોબાઈલ ફોન ગવર્નન્સનું એક શક્તિશાળી માધ્યમ બનીને સામે આવ્યો છે, જે આપણા ડિજિટલ ઈન્ડિયાનો મુખ્ય આધાર છે. કોરોના મહામારી દરમિયાન પણ ઓનલાઈન શિક્ષણ અને કામકાજ સતત ચાલુ રહ્યા, જેમાં 'દીક્ષા' જેવા પ્લેટફોર્મે દૂર-દુરના ગામડાના બાળકો સુધી શિક્ષણ પહોંચાડવામાં મોટી ભૂમિકા ભજવી છે. આજે દેશમાં સસ્તા ડેટા અને વ્યાપક ટેલિકોમ વિસ્તરણને કારણે સરકારી યોજનાઓનો લાભ સીધો જ નાગરિકો સુધી પહોંચી રહ્યો છે.
આજના સમયમાં ભારતમાં અંદાજે 50 કરોડ લોકો ગેમિંગ સેક્ટર સાથે જોડાયેલા છે અને ઈ-સ્પોર્ટ્સમાં યોગદાન આપી રહ્યા છે. આ ઉપરાંત કન્ટેન્ટ ક્રિએશન ઈન્ડસ્ટ્રી પણ હજારો કરોડ રૂપિયાની થઈ ચૂકી છે. ફોન અને નેટવર્કની સુરક્ષાને પ્રાથમિકતા આપતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે સાઈબર ફ્રોડ અને સાઈબર ક્રાઈમ કોઈ સીમાઓ નથી માનતા, તેથી તેના મુકાબલા માટે વૈશ્વિક સ્તરે એક મજબૂત ફ્રેમવર્ક અને મિકેનિઝમ તૈયાર કરવું ખૂબ જ અનિવાર્ય છે.




105.jpg)


57.jpg)
61.jpg)
81.jpg)
40.jpg)
41.jpg)
47.jpg)
56.jpg)
60.jpg)
80.jpg)
