Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

એક ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સતત 12 વર્ષ (4,399 દિવસ) સુધી સત્તા પર રહેનારા દેશના પ્રથમ વડાપ્રધાન બનીને નરેન્દ્ર મોદીએ નવો ઐતિહાસિક રેકોર્ડ સ્થાપિત કર્યો છે. પીએમ મોદીના આ અનોખા માઈલસ્ટોનની ખુશીમાં ભાજપ અને સાથી પક્ષો દ્વારા દેશભરમાં જોરદાર ઉજવણીઓ કરવામાં આવી રહી છે. આ ભવ્ય સફળતા પર પીએમ મોદીએ દેશવાસીઓ અને ઈશ્વરનો આભાર માનતા ભાવુક નિવેદન આપ્યું છે કે, “આ લાંબી સફરમાં સાથ આપનારા તમામનો હું દિલથી આભાર માનું છું. ભારત માતાની આટલા વર્ષો સુધી સેવા કરવાની આ પાવન તક ઈશ્વરની કૃપાથી જ મળી શકે. આ આધ્યાત્મિક સાધના ક્યારેય એકલા ના થઈ શકે, આ એક સામૂહિક યજ્ઞ છે. મારા માટે દેશની જનતા જનાર્દન જ ઈશ્વરનું સ્વરૂપ છે.”
કેન્દ્રમાં એનડીએ (NDA) સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે દિલ્હીના પ્રતિષ્ઠિત ‘ભારત મંડપમ’ ખાતે એક ભવ્ય અને વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપ અને તમામ સાથી પક્ષોના દિગ્ગજ નેતાઓ તથા મંત્રીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા:

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ