Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે નદીમાં પાણીની આવકમાં વધારો થયો છે. અંજાર-ચંદ્રાણી વચ્ચે આવેલી નદીમાં પાણીની આવક વધતાં નદી બે કાંઠે વહેવા લાગી છે. નદીના પાણી માર્ગ પર ફરી વળતાં અંજાર-ચંદ્રાણી માર્ગ પર વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. માર્ગ પર પાણી ભરાતા બંને તરફનો વાહનવ્યવહાર ખોરવાયો છે અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન કચ્છ જિલ્લાના અનેક વિસ્તારોમાં હજુ પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે. ગત રાત્રે અંજાર, લખપત, માંડવી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે

આજની વાત

હેડલાઈન્સ

રાજનીતિ

ભારત

વિશ્વ