વિશ્વના બે સૌથી શક્તિશાળી દેશો અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોમાં એક નવો વળાંક આવવા જઈ રહ્યો છે. ઈરાન સાથેના વધતા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધી વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની મુલાકાત લેવાના છે. ચીનના વિદેશ મંત્રાલયે આ હાઈ-પ્રોફાઈલ મુલાકાતની સત્તાવાર જાહેરાત કરી છે.
ચીનના પ્રમુખ શી જિનપિંગના વિશેષ આમંત્રણ પર, ડોનાલ્ડ ટ્રમ્પ 13મી મેથી 15મી મે દરમિયાન બેઈજિંગની મુલાકાત લેશે. ચીની સમાચાર એજન્સી 'શિન્હુઆ'ના અહેવાલ અનુસાર, આ ત્રણ દિવસ દરમિયાન બંને દેશોના નેતાઓ પરસ્પર હિતના વિષયો, સુરક્ષા અને આર્થિક મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરશે. આ મુલાકાતને વોશિંગ્ટન અને બેઈજિંગ વચ્ચે રાજદ્વારી સંવાદના નવા અધ્યાય તરીકે જોવામાં આવી રહી છે




1022.jpg)



866.jpg)
946.jpg)
1165.jpg)
1036.jpg)
1194.jpg)
294.jpg)
339.jpg)
371.jpg)





