કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની અરુણાચલપ્રદેશની મુલાકાતથી ચીનના પેટમાં તેલ રેડાયું છે. ચીની વિદેશમંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે બેઇજિંગ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચીનની સરકારે કથિત અરુણાચલપ્રદેશને ક્યારેય માન્યતા આપી નથી અને ચીનના તિબેટના દક્ષિણ હિસ્સાની અમિત શાહની મુલાકાતનો ઉગ્ર વિરોધ કરે છે કારણ કે શાહની અરુણાચલની મુલાકાતથી ચીનની પ્રાદેશિક સ્વાયત્તતાનું ઉલ્લંઘન થયું છે, પરસ્પરના રાજકીય વિશ્વાસનું અપમાન કરાયું છે.