લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, પક્ષના વડા મલ્લિકાર્જુન ખડગે, વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા અને પક્ષના ચારેય મુખ્યમંત્રીઓ ભાજપ-શાસિત ગોવામાં ૨૨ સપ્ટેમ્બરે કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવનારી આ મહત્વપૂર્ણ યાત્રામાં જોડાશે.
ગોવાની તમામ 40 વિધાનસભા બેઠકો પર 2027માં ચૂંટણી યોજાશે. તે મુજબ, કોંગ્રેસની એક મહિના લાંબી યાત્રા તમામ 40 બેઠકોને આવરી લેશે અને સત્તાધારી ભાજપનો સામનો કરવા માટે દરેક મતવિસ્તારના વિશિષ્ટ મુદ્દાઓને ઉજાગર કરશે. 'ગોવા રાખોન' યાત્રા સ્થાનિક ગૌરવને પુનર્જીવિત કરવા અને રાજ્યના રક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરશે. પાર્ટીના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ યાત્રા મતદારો સુધી પહોંચવાના અભિયાન તરીકે પણ કામ કરશે અને તેનો ઉપયોગ બાદમાં જાહેર થનારા ચૂંટણી ઢંઢેરા માટે જરૂરી સૂચનો એકત્રિત કરવા માટે કરવામાં આવશે.




20.jpg)


29.jpg)
.jpg)

37.jpg)
44.jpg)
54.jpg)
30.jpg)
35.jpg)
8.jpg)
