ગુજરાતમાં કહેવાતી દારૂબંધી વચ્ચે ભાવનગર જિલ્લામાં સર્જાયેલા ગોઝારા લઠ્ઠાકાંડે સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવી દીધો છે. ઝેરી અને રસાયણયુક્ત દારૂ પીવાના કારણે 8 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અનેક લોકો હજુ પણ હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
આ માનવસર્જિત આપત્તિને પગલે રાજ્યભરમાં ભારે જનઆક્રોશ ફાટી નીકળ્યો છે. વિરોધ પક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ સામે મોરચો માંડ્યો છે. સમગ્ર રાજ્યમાં ઠેર-ઠેર દેખાવો, ધરણાં અને સૂત્રોચ્ચાર સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના તાત્કાલિક રાજીનામાની માંગણી બુલંદ બની છે.
પાટનગર ગાંધીનગરના સેક્ટર 6 સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે ગાંધીનગર જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ સોલંકી અને શહેર કોંગ્રેસ પ્રમુખ શક્તિ પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયા હતા.







24.jpg)
22.jpg)
27.jpg)
41.jpg)
106.jpg)
42.jpg)
35.jpg)
15.jpg)
14.jpg)
