Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બળાત્કાર કેસમાં જેલમાં બંધ આસારામ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. આસારામને ગુજરાત હાઇકોર્ટે છ મહિના માટે જામીન મંજૂર કર્યા છે. જોધપુર કોર્ટના નિર્ણયને આધાર બનાવીને ગુજરાત હાઇકોર્ટે આસારામની જામીન અરજીને મંજૂર કરી છે. આસારામ તરફથી જોધપુર કોર્ટના નિર્ણયને આધાર બનાવવામાં આવ્યો હતો અને જામીન અરજી માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. તેના પર ગુજરાત હાઇકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન ગુજરાત હાઇકોર્ટે આસારામની જામીન મંજૂર કરી દીધી છે. ગુજરાત હાઇકોર્ટમાંથી જામીન મળ્યા બાદ હવે આસારામને મોટી રાહત મળી છે અને ફરી આસારામ જેલમાંથી બહાર આવી શકે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ