Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિ થયાનો આક્ષેપ કોંગ્રેસ પુરાવા સાથે કર્યો હતો. જ્યારે આ મામલે પરીક્ષા આપનાર ઉમેદવારોએ પણ સમગ્ર બનાવને ખુલ્લો પાડ્યાનો દાવો કર્યો હતો. ત્યારે રાજ્યભરના ઉમેદવારો ગાંધીનગર કર્મયોગી ભવન ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે, પોલીસે 200થી વધુ ઉમેદવારોની અટકાયત કરી છે અને હજુ પણ આ સિલસિલો યથાવત છે.

જણાવી દઈએ કે સરકારી પરીક્ષાઓમાં ચાલી રહેલાં કૌભાંડનો વિરોધ કરવા યુવાનો જ નહીં પણ યુવતીઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ છે. અટકાયત કરેલી યુવતીઓ અને યુવાનોને એક જ વાનમાં ઠૂસીને ઠૂંસીને ભરવામાં આવી રહ્યા છે.

એક તરફ ગુજરાત ગૌણ સેવાના ચેરમેન આસિત વોરા આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપી રહ્યા નથી. ઉલટાનું એમ કહી રહ્યા છે કે ઝડપથી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. જેને લઈને વિદ્યાર્થીઓનો રોષ વધુ ઉગ્ર બન્યો છે. ત્યારે બીજી બાજુ પોલીસ વિદ્યાર્થીઓને દોડાવી રહી છે અને એવું કહી રહી છે કે હવે  દેવા વાળી કરો. આ કેટલું યોગ્ય?

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ