Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપમાંથી પરબતભાઈ પટેલને ટીકીટ આપવામાં આવેલ છે. તેઓને ચુંટણી લડવાની ઈચ્છા ન હોવા છતાં ટીકીટ અપાઈ છે. પરબતભાઈ પટેલ છેલ્લા સાડા ચાર દાયકાથી રાજકારણમાં સક્રિય છે.

સૌ પ્રથમ વખત ૧૯૮૫માં ધારાસભ્યની ચુંટણી જીત્યા હતા. ૧૯૯૦ની વિધાનસભા ચુંટણી હારી ગયા હતા. પરંતુ જયારે ૧૯૯૫માં ફરીથી ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા અને શંકરસિંહ વાધેલાની સરકારમાં નાણા મંત્રી બન્યા હતા.

બનાસકાંઠાના થરાદ પંથકમાં ખૂબ જ લોક ચાહના ધરાવે છે. સતત ૨૦૦૭થી લઈને ૨૦૧૭ની વિધાનસભાની ચુંટણી જીતીને આમ પાંચ વખત ધારાસભ્ય તરીકે રહ્યા છે. ૨૦૧૨ના વર્ષમાં રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી રહ્યા હતા . ગુજરાત સરકારના વોટર રિસોર્સના ચેરમેન તરીકે પણ કામ કરેલ છે. હાલમાં ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે કાર્યરત છે.

બનાસકાંઠાના રાજકારણમાં સૌથી મહત્વનો ભાગ સહકારી રાજકારણ  ભજવે છે જેમાં પણ પરબતભાઈ પટેલ ખૂબ સક્રિય છે. તેઓ હાલ થરાદ માર્કેટ યાર્ડના ચેરમેન છે. એશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં છેલ્લા ૨૦ વર્ષથી ડીરેક્ટર પદે કાર્યરત છે. બનાસ ડેરી સાથે ૩.૫૦ લાખ કરતા પણ વધુ દૂધ ઉત્પાદકો જોડાયેલા છે તેના લીધે જીલ્લામાં આવતી કોઈ પણ ચુંટણીમાં બનાસકાંઠાના રાજકારણ પર સીધી અસર કરે છે.

ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલ પોતાની ઉમેદવારીનું ફોર્મ ભર્યું તેમાં ૪ કરોડની સંપત્તિ જાહેર કરી કરેલ છે. તેઓએ બીએ.એલ.એલ.બી સુધી અભ્યાસ કરેલ છે . તેઓનાં પર કોઈ પણ પ્રકારનો કેસ થયેલ નથી. તેઓ બનાસકાંઠાના આંજણા ચૌધરી સમાજમાંથી આવે છે. ભાજપ પક્ષ જેટલી તેઓની મજબૂતાઈ છે એટલી જ સહકારી રાજકારણમાં તેઓની પક્કડ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ