Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(જીએચએમસી)ની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયાં છે. મુખ્ય ત્રણ હરીફ પક્ષ, ટીઆરએસ, ભાજપ અને AIMIM વચ્ચે ગળાકાપ વધઘટ બાદ ત્રિશંકુ પરિણામ આવ્યું છે. કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. જો કે ઓવૈસી ટીઆરએસને પ્રત્યક્ષ અથવા પરોક્ષ ટેકો આપીને ભાજપને સત્તાથી વંચિત રાખવાનો પ્રયાસ કરશે તેમ નિષ્ણાતો કહે છે. જીએચએમસીની ચૂંટણીમાં શુક્રવારે યોજાયેલ મતગણતરીમાં દિવસ દરમિયાન શરૂઆતમાં પાછળ રહ્યા બાદ ટીઆરએસએ ૧૫૦માંથી ૫૬ બેઠકો પર વિજય મેળવ્યો હતો જ્યારે ભાજપે ૪૯ બેઠકો સાથે બીજો ક્રમ હાંસલ કર્યો હતો અને ઓવૈસીના AIMIMએ ૪૩ બેઠકો સાથે ત્રીજો ક્રમ મેળવ્યો હતો. સાવ કંગાળ દેખાવ સાથે કોંગ્રેસને ફાળે બે બેઠક  જ આવી હતી. જોકે, માત્ર ૫૧ બેઠકો ઉપર જ ચૂંટણી લડીને ૪૩ બેઠકો પર વિજય મેળવીને AIMIMએ સૌથી વધારે સ્ટ્રાઇક રેટ જાળવ્યો હતો.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ