જીવલેણ સાબિત થયેલી અને દુનિયાભરમાં બાળકો માટે બંધ કરાયેલી ઓનલાઈન ગેમ બ્લુ વ્હેલ ફરી એકવાર સક્રિય થઈ છે. આ વખતે આ બ્લુ વ્હેલ ગેમે સાઉદી અરબમાં બે લોકોનો જીવ લીધો છે. સાઉદીમાં ખતરનાક બ્લુ વ્હેલ ગેમ ના કારણે બે બાળકોના આપઘાત બાદ ત્યાંની સરકારે 47 ગેમ્સ પર પ્રતિબંધ મુકી દીધો છે. આ અંગેની જાણ સાઉદી અરબના ઓડિયો-વીડિયો કમિશનરે આપી છે.