Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદમાં ફરી એકવારે કેટલીક સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઇમેઇલ મળતા દોડધામ મચી ગઈ છે. શહેરમાં વેજલપુરમાં આવેલા ઝાયડસ સ્કૂલ, ઉદગમ સ્કૂલ અને બોપલની DPS સ્કૂલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો મેઇલ હતો. બોમ્બની ધમકી મળતા સ્કૂલો ખાલી કરાવાઈ હતી. જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ બોમ્બ બ્લાસ્ટની ધમકી મળ્યાની પુષ્ટિ કરી હતી. ગાંધીનગર જિલ્લા કોર્ટને પણ બોમ્બની ધમકી અપાઈ હતી.

ગાંધીનગર જિલ્લા કોર્ટના રજિસ્ટ્રારના ઈ-મેલ પર ગુરુવારે ધમકીભર્યો ઈ-મેલ આવ્યો હતો. ઈ-મેલમાં ‘ગુજરાત બોલેગા, ખાલિસ્તાન ઝિંદાબાદ’ લખવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતાં જ સમગ્ર કોર્ટ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી. તકેદારીના ભાગરૂપે કોર્ટને ખાલી કરાવવામાં આવી હતી. ધમકીભર્યા ઈ-મેલ બાદ ગાંધીનગર કોર્ટમાં આજે સમગ્ર દિવસની કામગીરી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોર્ટ પરિસરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા જરૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાથે જ ઈ-મેલની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેની તપાસ શરૂ કરવામાં આવી છે

આજની વાત

હેડલાઈન્સ

રાજનીતિ

ભારત

વિશ્વ