Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નવી દિલ્હીના ભારત મંડપમમાં આજે 18મું BRICS સમ્મેલન શરૂ થઇ રહ્યું છે. બે દિવસ સુધી ચાલનારા આ વૈશ્વિક સમ્મેલનમાં વિકાસશીલ અને ઉભરતી અર્થવ્યવસ્થા ધરાવતા 11 દેશ સામેલ થશે. આ સમિટમાં બ્રાઝીલ, ચીન, ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ભારત, ઇરાન, રશિયા, સાઉદી અરબ, દક્ષિણ આફ્રિકા અને સંયુક્ત અરબ અમીરાત સામેલ છે. BRICS સમ્મેલન 2026 ભારતની અધ્યક્ષતામાં યોજાઇ રહ્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે ભારત 12 અને 13 સપ્ટેમ્બરે અહીં 18મા BRICS સમ્મેલનની યજમાની કરી રહ્યું છે. ભારતે 1 જાન્યુઆરીએ ચોથી વખત BRICSની અધ્યક્ષતા સંભાળી છે. 2026માં BRICS પોતાની સ્થાપનાના 20 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બ્રિક્સ સમિટ 2026માં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યા હતા. PM મોદી આજે બાદમાં ચીનના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાર્તા કરનાર છે.

આજની વાત

હેડલાઈન્સ

રાજનીતિ

ભારત

વિશ્વ