Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યના વાતાવરણમાં ફરી એક વખત ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. અમદાવાદમાં વહેલી સવારથી વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં મોરબીના માળિયામાં સૌથી વધુ 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

રાજ્યમાં ક્યા કેટલો વરસાદ

રાજ્યમાં મોરબીના માળિયામાં સૌથી વધુ 5.16 ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે બનાસકાંઠાના દાંતામાં 3.58 ઇંચ વરસાદ વરસ્યો હતો. પાટણના શંખેશ્વરમાં 3.35 ઇંચ, દેવભૂમિ દ્વારકાના ઓખામંડળમાં 2.8 ઇંચ, મહેસાણાના બેચરાજીમાં 2.56 ઇંચ, બનાસકાંઠાના અમીરગઢમાં 2.48 ઇંચ, ખેડાના મહેમદાવાદમાં 2.28 ઇંચ, ગાંધીનગરના દહેગામમાં 2.28 ઇંચ, બનાસકાંઠાના પાલનપુરમાં 2.17 ઇંચ, પાટણના રાધનપુરમાં 2.13 ઇંચ, મહેસાણાના સતલાસણામાં 1.65 ઇંચ, અરવલ્લીના શામળાજીમાં 1.57 ઇંચ વરસાદ વરસ્યો હતો.
 

આજની વાત

હેડલાઈન્સ

રાજનીતિ

ભારત

વિશ્વ