Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ચીન પર જંગી ટેરિફ લાદવાની પોકળ ધમકીઓ વચ્ચે ચીને સોમવારે એક ટ્રિલિયન ડોલર્સની વેપાર પુરાંત (ટ્રેડ સરપ્લસ) હાંસલ કરી હોવાની જાહેરાત કરી હતી. ચીને ૨.૬ ટ્રિલિયન ડોલર્સની આયાત સામે દુનિયાના વિવિધ દેશોમાં ૩.૬ ટ્રિલિયન ડોલર્સની નિકાસ કરી માનવ ઇતિહાસમાં એક ટ્રિલિયન ડોલર્સની વેપાર પુરાંત નોંધાવનારો પ્રથમ દેશ બન્યો હતો. નવેમ્બર ૨૦૨૫માં ચીનની નિકાસ વાર્ષિક ધોરણે ૫.૯ ટકા વધી હતી તેની સામે આયાત માત્ર ૧.૯ ટકા વધી હતી. આમ, ચીને પુરવાર કર્યુ છે કે મેન્યુફેકચરિંગ સુપરપાવર તરીકે તેનો કોઇ વિકલ્પ નથી.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ