કોંગ્રેસ પક્ષે પાટણ લોકસભા બેઠક પર જગદીશ ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે. જગદીશ ઠાકોરની રાજકિય કારકિર્દી તરફ નજર કરીએ તો તેઓ સૌ પ્રથમ ૨૦૦૨માં ધારાસભ્ય તરીકે દહેગામ વિધાનસભા બેઠક પરથી ચુંટાઈ આવ્યા હતા. એક ફરીથી ૨૦૦૭ની વિધાનસભાની ચુંટણી આવી ત્યારે દહેગામ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસે ટીકીટ આપી હતી અને જીતીને વિધાનસભામાં ગયા હતા. દેશમાં ૨૦૦૯માં લોકસભાની ચુંટણી આવી ત્યારે જગદીશ ઠાકોરને પાટણ લોકસભા બેઠક પર ટીકીટ આપવામાં આવી હતી તેઓની સામે ભાજપમાંથી ભાવસિંહ રાઠોડને ટીકીટ અપાઈ હતી. ભાજપના ઉમેદવારને હરાવીને તેઓ પ્રથમ વખત સાંસદ બન્યા હતા. પરંતુ ૨૦૧૪માં લોકસભા ચુંટણી આવી ત્યારે તેઓ ચુંટણી લડ્યા ન હતા.
પાટણ લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જગદીશ ઠાકોરે કોંગ્રેસના માળખા પણ કામ કરેલ છે જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી, ગુજરાત કોંગ્રેસના ઉપપ્રમુખ, પંજાબ રાજ્યના પ્રભારી રહી ચુક્યા છે અને ૨૦૧૭ની વિધાનસભાની ચુંટણી વખતે ખૂબ જ મહત્વની ભૂમિકા અદા કરી હતી અને નોર્થ ગુજરાતના પ્રભારી તરીકે પણ કાર્ય કરેલ છે.
પાટણ લોકસભા બેઠક પરથી પોતાનું ઉમેદવાર તરીકેનું ફોર્મ ભરતી વખતે જગદીશ ઠાકોરે ૭.૬૨ લાખની સંપત્તિ જાહેર કરી છે. તેઓ ધોરણ ૧૦ સુધી અભ્યાસ કરેલ છે. કોંગ્રેસના ઉમેદવાર તરીકે સ્વચ્છ પ્રતિભા ધરાવે છે અને તેઓના પર એક પણ ગુનાહિત કેસ થયેલ નથી.