Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી તણાવપૂર્ણ સ્થિતિ આજે સામાન્ય થતી જોવા મળી છે. ભારત તરફથી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવાલે મોરચો સંભાળીને પોતાના ચીની સમકક્ષ સાથે ચર્ચા કરી હતી. પ્રાપ્ય જાણકારી પ્રમાણે બંને વચ્ચેની આ ચર્ચા લગભગ બે કલાક સુધી ચાલી હતી અને ત્યારબાદ ચીનની સેના ગલવાન ઘાટી પરથી પાછળ હટવા માટે મજબૂર થઈ ગઈ હતી. આ મામલે હવે કોંગ્રેસ પાર્ટીએ વડાપ્રધાન મોદી પર ફરી એક વખત હુમલો કર્યો છે. 

કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ સોમવારના રોજ વડાપ્રધાનને દેશની માફી માગવા માટે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન મોદી પોતાના જૂના નિવેદનો પર દેશની માફી માગે, કે જેમાં તેમણે કહ્યું હતું કે ચીની સેના ભારતીય સીમાની અંદર પ્રવેશી જ નથી. 

વધુમાં ખેડાએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવો જોઈએ... રાષ્ટ્રજોગ સંબોધન કરવું જોઈએ, દેશને વિશ્વાસમાં લેવો જોઈએ, દેશની માફી માગવી જોઈએ... તેમણે દેશ સમક્ષ આીને કહેવું જોઈએ કે હા મારાથી ભૂલ થઈ ગઈ છે... કે મેં તમને લોકોને ભ્રમમાં રાખ્યા અથવા તે આ સિવાય પણ અન્ય કોઈ શબ્દનો ઉપયોગ કરી શકે છે. 

નોંધનીય છે કે ચીને સત્તાકીય નિવેદન જાહેર કરીને સ્વીકાર્યું છે કે ભારતની સાથે વધી ગયેલા તણાવને ઓછું કરવા માટે અમારી સેનાને પીછેહઠ કરવાનો નિર્ણય લીધો છે. જે પેટ્રોલિંગ પોઇન્ટ 14 માટે બંને દેશોની સેનાઓ સામ-સામે આવી ગઈ હતી. ત્યાંથી બંને દેશોના જવાનો થોડા કિલોમીટર દૂર પાછળ ખસી ગયા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ