Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચીનના વુહાન શહેરમાં કોરોના વાયરસથી મૃત્યુ પામનારની સંખ્યામાં અચાનક 50 ટકાનો વધારો જોવા મળ્યો છે. તેની પાછળનું કારણ કહેવામાં આવી રહ્યું છે કે ચીને અગાઉ આપેલા આંકડામાં સુધારો કર્યો છે અને હવે નવા આંકડા આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે નવા આંકડા અનુસાર વુહાનમાં મૃતકોની સંખ્યામાં 1290 કેસનો વધારો થતાં કુલ મૃત્યુઆંક 4869 થયો છે. હાલમાં 32 કેસનો વધારો થયો છે અને કુલ કેસની સંખ્યા 50,333 થઈ છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે જ્યારે બીમારી ફેલાય છે તો તે સમયના આંકડા મેળવવાનું કામ મુશ્કેલ હોય છે. આ સમયે દરેક કેસની ઓળખ મુશ્કેલ બને છે. WHOમાં કોરોનાના કેસને લઈને બનેલી વિંગના અધ્યક્ષનું કહેવું છે કે અનેક દેશ ચીનની જેમ પોતાના રેકોર્ડ બદલી શકે છે. આ સમયે જ તેમના સાચા કેસની ઓળખ થઈ શકશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ