જિલ્લાના સરહદી થરાદ તાલુકા સ્થિત શિવનગર ગામની પેઢીઓ જૂની ઐતિહાસિક હસ્તકળા ‘સુફ કશીદાકારી’ હવે દેશના સર્વોચ્ચ મંચ સુધી પહોંચી છે. નવી દિલ્હી ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તેમજ થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની સૌજન્ય મુલાકાત દરમિયાન પરંપરાગત રીત-રિવાજ મુજબ શિવનગરની અસલ સુફ કશીદાકારીથી સુશોભિત વિશિષ્ટ ‘શાલ’ અર્પણ કરી વડાપ્રધાનનું સન્માન કર્યું હતું.
સ્થાનિક ગ્રામીણ કારીગરો દ્વારા સોય અને દોરાના અદભુત સંયોજનથી તૈયાર કરાયેલી આ કલાકૃતિને દેશના સર્વોચ્ચ નેતૃત્વ સમક્ષ પ્રસ્તુત કરવાની આ ક્ષણ સમગ્ર વાવ - થરાદ પંથક માટે અતિ ગૌરવશાળી સાબિત થઈ છે.




521.jpg)


24.jpg)
22.jpg)
27.jpg)
41.jpg)
106.jpg)
42.jpg)
35.jpg)
15.jpg)
14.jpg)
