Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અરબ સાગરમાં 'શક્તિ' નામના ચક્રવાતી વાવાઝોડાની ગતિવિધિઓ તીવ્ર બની છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યાનુસાર, હાલમાં આ વાવાઝોડું 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સાથે ફૂંકાઈ રહ્યું છે અને ગુજરાતમાં દ્વારકાથી લગભગ 420 કિલોમીટર દૂર કેન્દ્રિત છે.
હવામાન વિભાગ અનુસાર, 'શક્તિ' વાવાઝોડું પશ્ચિમ-દક્ષિણ તરફ આગળ વધવાની સંભાવના છે અને તે  રવિવારે (પાંચમી ઓક્ટોબર) ઉત્તરપશ્ચિમ અને નજીકના પશ્ચિમ-મધ્ય અરબ સાગરમાં પહોંચી શકે છે. જોકે, રાહતની વાત એ છે કે સોમવાર (છઠ્ઠી ઓક્ટોબર) સવારથી તે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધશે અને ધીમે ધીમે નબળું પડશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ