જિલ્લામાં ફરી એક વખત માનવીની લાલચ અને બેદરકારી વન્યજીવ માટે જીવલેણ બની. કોડીનાર તાલુકાના કાજ ગામે ગેરકાયદે વીજ કરંટથી એક નર સિંહનું કરુણ મોત થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. દેશની શાન ગણાતા એશિયાઈ સિંહના આ રીતે આકસ્મિક મોતથી વન્યજીવોની સુરક્ષા પર પણ હવે ચિંતા થઈ રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, કાજ ગામની હદમાં આવેલી એક વાડીમાં ખેડૂતે પાકને બચાવવા માટે ખેતર ફરતે ગેરકાયદે વીજ કરંટ લગાવેલી વાડ કરી હતી. જંગલી ભૂંડ અને નીલગાયના ત્રાસથી બચવા માટે કરંટ મૂક્યાની ખેડૂત માનસિંગ ઝાલાએ કબૂલાત કરી છે. દુર્ભાગ્યવશ, આ જ કરંટમાં 3 થી 4 વર્ષનો નર સિંહ ફસાઈ ગયો અને સ્થળ પર જ તેનું મોત નિપજ્યું.




36.jpg)



988.jpg)

201.jpg)
276.jpg)
839.jpg)
22.jpg)
24.jpg)
61.jpg)





