Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકામાં કોરોનાની કારણે ભયંકર મંદી ,બરોજગારી અને ભૂખમરાની કપરી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે.હાલ 15 ટકા થી વધુ વ્યાવસાયિકો નોકરિયાતો અને રોજમદારો આ વિકરાળ આર્થિક સંકળામણ માં ફસાયા ના અહેવાલો છે.17 લાખ નાગરિકો કોરોના સંક્રમિત થયા છે તો બીજી તરફ 1લાખ થી વધુ નાગરિકો મોતને ભેટ્યા છે.3.50 કરોડથી વધુ લોકો બેરોજગારીનો ભોગ બન્યા અને 5 કરોડ થી વધુ લોકો ખાદ્યાન્ન સમસ્યા થી અસરગ્રસ્ત હોવાના અહેવાલો છે.કોરોના કાળમાં ઓવરસીસ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી ,લેબોન હોસ્પિટલિટી ગ્રુપ અને અન્ય સામાજિક સંસ્થાનો અને ભારતીય વ્યાવસાયિકો દ્વારા સતત સેવા પ્રવૃતિઓ ચાલી રહી છે.  

અમેરિકામાં કોરોના મહામારીમાં લોકડાઉન ને લઈ વિકરાળ મંદીના વાદળો ઘેરાયા છે.અમેરિકા સ્થિત ભારતીય વ્યવસાયિકોના ધંધા રોજગારને પણ મોટી વ્યવસાયિક હાનિ પહોંચી છે.વ્યવસાયિક મંદીનો સામનો કરી રહેલ હોવા છતાં સેવા,સહકાર,સદભાવનાના સંસ્કારોની વરેલી ભારતીય પ્રજા અમેરિકાના પ્રજાજનોની પડખે કોરોના વોરિયર્સ બની જનસેવામાં પ્રવૃત છે.ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે કે છેલ્લા બે મહિનાથી લેબોન હોસ્પિટલિટી ગ્રુપના યજ્ઞેશ પટેલ (યોગીભાઈ),જય ભારત ફૂડસ,ઇન્ડો અનેરીકન કલચરલ સોસાયટીના પ્રમુખ પરિમલભાઈ શાહ વિવિધ સ્થાનિક સંસ્થાઓ અને અગ્રણી વ્યક્તિઓ સાથે સંકલન કરી કોરોના કાળમાં નોર્થ અમેરિકામાં લોક ઉપયોગી સેવાઓ કરી રહ્યા છે.કોરોના કાળ દરમ્યાન અનેક પરિવારોને 4000થી વધુ ગ્રોસરી કીટ અને 1 લાખથી વધુ ફૂડ પેકેટનું વિતરણ જરૂરિયાતમંદ વ્યક્તિ કરી ચુક્યા છે.હાલ પણ આ સદાવ્રત સેવા ચાલુ જ છે.સદભાવના ની સુવાસ ફેલાતા આ પુણ્ય કર્મમાં નોર્થ અમેરિકાની અગ્રણી ધાર્મિક સંસ્થા ગાયત્રી ચૈતન્ય સેન્ટરના પ્રમુખ  રાજુભાઇ પટેલ અને ગુજરાતી સમાજ સહિત અન્ય સામાજિક આગેવાનો પણ સક્રિય પણે જોડાયા છે.

 ગત સપ્તાહે લોસ એન્જલસ ના સીટી ઓફ લાપામામાં "જોય ઓફ શેરિંગ" એક્ટિવિટી અંતર્ગત ઉપરોક્ત સંસ્થાઓ અને વ્યાવસાયિકો દ્વારા ભાજપ ની ઇન્ટરનેશનલ વિંગ ઓવરસીસ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી(OFBJP),લોસ એન્જલસ વેસ્ટ ઝોન, સાથે સંકલન કરી 500 જેટલા પરિવાર ને ગ્રોસરી અને 3700 જેટલા ફૂડ પેકેટનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું."જોય ઓફ શેરિંગ" ના કાર્યક્રમ માં સીટી ઓફ લાપામાના મેયર નિતેષ પટેલ, OFBJP ના પ્રમુખ પી.કે.નાયક ,તેમજ અગ્રણી આગેવાન પ્રણવભાઈ દેસાઈ તેમજ લતેશ બમ્બાની સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા.

આ અંગે વાત કરતા ઇન્ડો અમેરિકન કલચરલ સોસાયટીના સેક્રેટરી અને લેબોન હોસ્પિટલિટી ગ્રુપના ચેરમેન યજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે અમેરિકામાં બે ટંકના ભોજન માટે સંઘર્ષ કરતા નાગરિકોની સંખ્યા વધી રહી છે.કોરોના સંક્રમણ સામે અમે અમે ગુજરાતીઓ નોર્થ અમેરિકામાં ભારતીય આચાર,વિચાર,સંસ્કાર અને વ્યવહારનું સંક્રમણ લઈ અવિરત સેવા પ્રવૃત છીએ.

ઓવરસીસ ફ્રેન્ડસ ઓફ બીજેપીના લોસ એન્જલસ, વેસ્ટ ઝોન પ્રમુખ પી.કે.નાયકે જણાવ્યું હતું કે "ભારત વિશ્વબંધુતા કા ગાયક , ભારત માનવતા કા નાયક" સંઘ વિચારની આ ઉક્તિએ અમે અમેરિકનો સાથે એક રાહ એક ભાવ સાથે જનસેવામાં લાગેલા છીએ.

મહત્વનું છે કે લોસ એન્જલસ કાઉન્ટીના સીટી ઓફ લાપામા ના મેયર નિતેષ પટેલ મૂળ આણંદ જિલ્લાના ધર્મજ ગામના વતની છે.જેઓએ જણાવ્યું હતું કે અમે સૌ ગુજરાતી વ્યાવસાયિકો ભેગા થઈ અમેરિકામાં ભૂખ સંકટથી પીડિત પ્રજાજનોને તમામ પ્રકારની મદદ કરીએ છીએ.અંતે તેઓએ લેબોન હોસ્પિટલિટી ગ્રુપ,જય ભારત ફૂડસ અને ઓવરસીસ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી અને ઇન્ડો અમેરિકન કલચરલ સોસાયટીનો આભાર વ્યક્ત કર્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ