એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસ સંબંધિત તપાસના સંદર્ભમાં ટેક્નોલોજી જાયન્ટ ગૂગલ અને મેટાને નોટિસ ફટકારી છે. તપાસ એજન્સીનો આરોપ છે કે આ બંને કંપનીઓએ સટ્ટાબાજી એપ્સને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું છે અને તેમની જાહેરાતો અને વેબસાઈટ્સને પોતાના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર મહત્વ આપ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું કે, ગૂગલ અને મેટા પર આરોપ છે કે તેમણે આ બેટિંગ એપ્સને પ્રમોટ કરી અને ઓનલાઈન સટ્ટાબાજીની જાહેરાત અને વેબસાઈટ્સને પોતાના પ્લેટફોર્મ પર વિશેષ સ્થાન આપ્યું હતું. ઈડીએ બંને કંપનીઓના પ્રતિનિધિઓને ૨૧ જુલાઈએ પૂછપરછ માટે તેડું મોકલ્યું છે.