SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પૂર્ણ કરી ચૂકેલાં 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચૂંટણી પંચ વિશેષ અભિયાન ચલાવશે. આ અભિયાનમાં સર દરમિયાન હટાવાયેલા લોકોનાં નામ ફરી તપાસાશે અને 18 વર્ષ પૂર્ણ કરનારા નવા મતદારોનાં નામ પણ યાદીમાં ઉમેરાશે. ગુજરાતમાં 68 લાખ અને મહારાષ્ટ્રમાં લગભગ બે કરોડ નામ મતદાર યાદીમાંથી હટાવાયાં છે.
ચૂંટણી પંચે 29 સપ્ટેમ્બરે લેખિતમાં નિર્દેશ આપ્યો હતો. ગુરુવારે તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારી (Chief Electoral Officer)ઓ સાથેની વિડિયો કોન્ફરન્સમાં પણ આ વાત ફરી જણાવાઈ હતી. સર દરમિયાન હટાવાયેલા લોકોનાં નામ ફરી તપાસવા ઉપરાંત નવા મતદારોને યાદીમાં ઉમેરવાનું કામ પણ આ અભિયાનમાં થશે.
પંચ સર પહેલાંની અને પછીની મતદાર યાદીની સરખામણી કરાવશે, જેથી ભૂલથી નખાયેલા પાત્ર મતદારોની ઓળખ થઈ શકે. ત્યાર બાદ BLO ઘરે જઈને તપાસ કરશે. વ્યક્તિ ડુપ્લિકેટ કે મૃત ન હોવાનું જણાશે, તો ફોર્મ 6 દ્વારા તેનું નામ ફરી ઉમેરાશે. આ કામગીરીમાં રાજકીય પક્ષો અને બૂકાઢીથ લેવલ એજન્ટોની મદદ પણ લેવાશે.




38.jpg)


124.jpg)
2.jpg)
.jpg)
9.jpg)
38.jpg)
56.jpg)
55.jpg)
37.jpg)
233.jpg)
