અંજાર પોલીસ સ્ટેશનમાં ASI તરીકે કાર્યરત અરુણાબેન નટુભાઇ જાદવની શુક્રવારે મોડી રાત્રે તેના પ્રેમીએ ગળું દબાવીને હત્યા કરી હતી. કૌટુંબિક વિવાદમાં નાની વાત પર ઝઘડો થયા બાદ પ્રેમીએ ગુસ્સામાં અરુણાબેનનું ગળું દબાવીને હત્યા કરી હતી. આ ઘટના બાદ તેને પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી. આરોપી દિલીપ ડાંગચીયા મણિપુરમાં CRPF જવાન તરીકે નોકરી કરે છે.