Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હી પોલીસે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્ય વરિષ્ઠ નેતાઓ તથા સાંસદો વિરુદ્ધ સંસદ માર્ગ પર આવેલા આકાશવાણી ભવન (પ્રસાર ભારતી) સંકુલમાં અનધિકૃત રીતે પ્રવેશવા, સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરવા અને પ્રતિબંધાત્મક આદેશો (કલમ 163 BNSS)નું ઉલ્લંઘન કરવા બદલ FIR નોંધી છે. આ સમગ્ર મામલો 6 ઓક્ટોબરે ઈન્ડિયા ગઠબંધન દ્વારા સંસદ ભવનથી ચૂંટણી પંચના મુખ્યાલય સુધી યોજાયેલી વિરોધ કૂચ દરમિયાન બનેલી ઘટનાઓ સાથે સંબંધિત છે.
દિલ્હી પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ, તેમને સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધન દ્વારા 6 ઓક્ટોબરના રોજ સવારે લગભગ 10:30 વાગ્યે સંસદ ભવનથી ચૂંટણી પંચની કચેરી સુધી એક રેલી (માર્ચ) યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ તંત્રએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આ પ્રસ્તાવિત રેલી માટે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (નવી દિલ્હી જિલ્લો)ની કચેરીમાં કોઈ અરજી કરવામાં આવી ન હતી, જેથી આ કાર્યક્રમ માટે કોઈ સત્તાવાર મંજૂરી આપવામાં આવી ન હતી.

આજની વાત

હેડલાઈન્સ

રાજનીતિ

ભારત

વિશ્વ