Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાલનપુર નજીક આવેલી જગાણા એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગ(Food poisoning) ની ગંભીર ઘટના સામે આવી છે.સ્કૂલની ગર્લ્સ હોસ્ટેલમાં બપોરના ભોજન પછી 38 વિદ્યાર્થિનીઓને અસર થતા તેમને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ ઘટનાએ સ્થાનિક અને રાજ્યસ્તરે આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગને સતર્ક કરી દીધા છે, જ્યારે વિપક્ષી નેતાઓએ તંત્ર પર આરોપો લગાવ્યા છે.
જગાણા એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, જે આદિવાસી અને વંચિત વર્ગના વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકાર (Central Government)ની યોજના હેઠળ ચાલે છે,માં આ ઘટના બપોરે 12:30 વાગ્યે થયેલા ભોજન પછી સાંજે 5:30 વાગ્યે શરૂ થઈ. પ્રારંભમાં લગભગ 10 વિદ્યાર્થિનીઓમાં માથાનો દુખાવો, ઉલટી, પેટનો દુખાવો અને બળતરા જેવા લક્ષણો જોવા મળ્યા. સ્કૂલના સ્ટાફે તરત જ તેમને હોસ્ટેલના ડોક્ટરની સલાહ પર પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડ્યા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ