Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા પરિસરમાં કોંગ્રેસ દ્વારા લઠ્ઠાકાંડ સહિત વિવિધ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તુષાર ચૌધરી અને અમિત ચાવડાની અધ્યક્ષતામાં કોંગ્રેસના ધારાસભ્યોએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધના એપ્રન પહેરીને પહોંચેલા કોંગ્રેસના ધારાસભ્યોને ગૃહમાં પ્રવેશતા રોકવામાં આવતા ધારાસભ્યો અને પોલીસ જવાનો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. દરમિયાન કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સરકાર પર ગંભીર આક્ષેપો કરતા હપ્તાખોરીનો આરોપ લગાવ્યો હતો. વિરોધ પ્રદર્શનને પગલે વિધાનસભા પરિસરમાં થોડા સમય માટે તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

રાજનીતિ

ભારત

વિશ્વ