Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર ભારતના ઉદ્યોગપતિ Gautam Adani એ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકે પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેમની કુલ સંપત્તિ અંદાજે $92.6 બિલિયન (લગભગ ₹8.59 લાખ કરોડ) સુધી પહોંચી છે. આ સાથે Mukesh Ambani બીજા ક્રમે પહોંચ્યા છે, જેમની સંપત્તિ લગભગ $90.8 બિલિયન (₹8.42 લાખ કરોડ) છે.
આ વર્ષે ગૌતમ અદાણી  (Gautam Adani)ની કુલ સંપત્તિમાં $8.1 બિલિયન (લગભગ ₹75 હજાર કરોડ)નો વધારો નોંધાયો છે. અદાણી ગ્રુપના શેરોમાં થયેલા તેજીભર્યા ઉછાળાએ તેમની સંપત્તિને આગળ ધપાવી છે. ખાસ કરીને એક જ દિવસમાં તેમની નેટવર્થમાં $3.56 બિલિયન (₹33 હજાર કરોડથી વધુ)નો વધારો નોંધાયો, જે તેમને અંબાણી કરતાં આગળ લઈ ગયો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ