Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજસ્થાનમાં કૉંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક જયપુરમાં મુખ્યમંત્રી નિવાસ પર યોજાઈ હતી. આ બેઠકમાં 109 ધારાસભ્યો પહોંચ્યા હોવાનો દાવો પાર્ટીએ કર્યો છે. 200 સદસ્યની રાજસ્થાન વિધાનસભામાં બહુમતી માટે 101 ધારાસભ્યોની જરૂર હોય છે.

બેઠકમાં સરકારને નબળી કરનારા સામે પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે અને કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. જેમાં સચિન પાયલટ અથવા અન્ય કોઈ ધારાસભ્યોના નામ નથી. કૉંગ્રેસ ધારાસભ્ય દળે મુખ્યમંત્રી અશોક ગહેલોતના સમર્થનમાં પ્રસ્તાવ પાસ કર્યો. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો.

બેઠક ખત્મ થયા બાદ ચાર બસો મુખ્યમંત્રીના નિવાસ બહાર જોવા મળી હતી. આ બસોમાં ધારાસભ્યોને રિસોર્ટ મોકલવામાં આવ્યા છે.

પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ અને ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ દ્વારા બળવાખોર વલણ અપનાવ્યા બાદના સંકટ વચ્ચે આ બેઠક આજે સવારે 10.30 વાગ્યે શરૂ થવાની હતી પરંતુ આશરે 1.30 વાગ્યા શરૂ થઈ હતી. બેઠક શરૂ થતા પહેલા મીડિયાને ત્યાં હાજર ધારાસભ્યો અને નેતાઓની તસવીરો લેવાની મંજૂરી આપવામાં આવી હતી. ત્યાં હાજર ધારાસભ્યોની સંખ્યા વિશે પુછવામાં આવતા મુખ્યમંત્રી અશોક ગહેલોતે સીધો કોઈ જવાબ આપવાનું ટાળ્યું હતું.

આ બેઠકમાં કૉંગ્રેસની સાથે સાથે બીટીપીના બે, માકપા એક, આરએલડીના એક ધારાસભ્ય અને કૉંગ્રેસનું સમર્થન કરી રહેલા અપક્ષ ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા, આ સાથે જ દિલ્હીથી આવેલા કૉંગ્રેસના મહાસચિવ કે સી વેણુગોપાલ, પાર્ટીના પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડે અને રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલા બેઠકમાં હાજર રહ્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ