Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

PM MODI  ને ભાવભર્યું આમંત્રણ : ઇટલીના નાયબ વડાપ્રધાન તેમજ વિદેશ મંત્રી એન્ટોનિયો તાજાની હાલમાં ભારતની ત્રણ દિવસની મુલાકાતે છે. બુધવારે સાંજે તેમની પીએમ મોદી અને વિદેશ મંત્રી એન્ટોનિયો તાજાનીની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થઈ, જેને તાજાનીએ અત્યંત સકારાત્મક અને ઉપયોગી ગણાવી છે.
આ મુલાકાત દરમિયાન તાજાનીએ ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની તરફથી વડાપ્રધાન મોદીને 2026માં ઇટલીની મુલાકાત લેવાનું સત્તાવાર આમંત્રણ આપ્યું છે. તાજાનીએ જણાવ્યું કે મોદીજીએ આમંત્રણ સ્વીકાર કરી લીધું છે (એટલે કે ‘હા’માં જવાબ આપ્યો છે), પરંતુ હજુ મુલાકાતની ચોક્કસ તારીખ નક્કી થઈ નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ