આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો યાત્રાનું આયોજન કરાયું છે. જે અંતર્ગત આજે(5 ડિસેમ્બર) જામનગરમાં બાઈક રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે તેઓ સંબોધન કરી રહ્યા હતા, ત્યારે એક વ્યક્તિએ તેના ઉપર જૂતું ફેંક્યું હતું. આથી ત્યાં ઉપસ્થિત કેટલાક લોકો દોડી આવ્યા હતા અને હુમલાખોરને પકડીને ધોલાઈ કરી હતી અને પોલીસ પણ તેને પકડવા દોડી આવી હતી. આ સમયે ગોપાલ ઇટાલિયાએ પોલીસ હુમલાખોરને બચાવવા આવી પહોંચી તેવો પોલીસ ઉપર ગંભીર આક્ષેપ પણ કર્યો હતો. જોકે, પોલીસે હાલ તેની અટકાયત કરી લીધી છે.




604.jpg)


9.jpg)
786.jpg)
9.jpg)
872.jpg)
18.jpg)
22.jpg)
963.jpg)

52.jpg)





