Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

૨૦૧૯નાં નવા વર્ષના પ્રારંભે જ સરકાર અને વિપક્ષ વચ્ચે સમરાંગણનો પ્રારંભ થઈ ગયો હતો. રાફેલ સોદામાં ભ્રષ્ટાચારના મુદ્દે બુધવારે સવારે કોંગ્રેસે ગોવાના આરોગ્ય મંત્રી વિશ્વજિત રાણેની કથિત ઓડિયો ટેપ જારી કર્યા બાદ રાફેલ સોદા પર સર્જાયેલા રાજકીય ભૂકંપના આંચકા લોકસભામાં પણ અનુભવાયા હતા. રાફેલ સોદાની તપાસ સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા કરાવવાની માગ સાથે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ વિશ્વજિત રાણેની કથિત ઓડિયો ટેપ મુદ્દે લોકસભામાં સરકારને ઘેરી હતી. રાફેલ સોદા પર ચર્ચાનો પ્રારંભ કરતાં તેમણે સરકારને સંખ્યાબંધ સવાલ કર્યા હતા, તેમણે જણાવ્યું હતું કે, ૨૦૧૬માં ફ્રાન્સ પાસેથી ૩૬ રાફેલ ફાઇટર જેટ વિમાન ખરીદવાના સોદા પરના મારા મૂળભૂત સવાલ પ્રક્રિયા, કિંમત અને પૈસા અથવા તો સત્તાના દુરુપયોગ દ્વારા અન્યને લાભ એમ ૩ પાયા પર છે. રાહુલે જણાવ્યું હતું કે, રાફેલની સ્ટોરીમાં ઘણાં છીંડાં છે. વડા પ્રધાનમાં મારા કોઈ સવાલનો જવાબ આપવાની હિંમત નથી તેથી બેડરૂમમાં સંતાઈ રહ્યા છે. સંરક્ષણમંત્રી એઆઈએડીએમકેની પાછળ સંતાઈ રહ્યા છે. રાહુલના આરોપો બાદ કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ સરકાર વતી જવાબો આપતાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ