Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓના કરતૂતની સૌથી બિહામણી તસવીર સોશ્યલ મીડિયા પર આજે સવારથી વાયરલ થઈ રહી છે.

સોપોરમાં આજે આતંકવાદીઓએ સવારે CRPFની એક ટુકડી પર હુમલો કર્યો હતો. બંને તરફથી થયેલા ફાયરિંગમાં એક જવાન શહીદ થયો હતો અને આ દરમિયાનમાં પોતાના પૌત્રને લઈને નીકળેલા એક વૃધ્ધનુ પણ આતંકીઓની ગોળી વાગવાથી મોત નીપજ્યુ હતું.

બશીર અહેમદ નામના આ વ્યક્તિ પોતાના ત્રણ વર્ષના પૌત્ર સોહેલને લઈને બજારમાં નીકળ્યા હતા અને ત્યારે જ ફાયરિંગ થયુ હતુ.આ દરમિયાન બશીર અહેમદને ગોળી વાગતા તે્ઓ લોહીથી લથપથ થઈને રસ્તા પર જ પડી ગયા હતા.આ જોઈને ત્રણ વર્ષનો બાળક ગભરાઈ ગયો હતો.તે પોતાના નાનાના મૃતદેહ પાસે જ બેસી રહ્યો હતો.એ પચી પોલીસ કર્મીએ તેને ત્યાંથી હટાવ્યો હતો.જોકે આ માસૂમ બાળકને તો ખબર જ નહોતી કે તેના નાના સાથે આતંકીઓએ શું કર્યુ છે.

એક જવાને બાળકે પોતાની તરફ બોલાવી લીધો હતો.તે વખતે ફાયરિંગ ચાલી રહ્યુ હતુ.બાળક આ જવાન સુધી પહોંચ્યો હતો અને જવાન તેને એન્કાઉન્ટરવાળી જગ્યાએથી સુરક્ષિત અન્ય સ્થળે લઈ ગયો હતો.આ દરમિયાનમાં સોહેલ રડી રહ્યો હતો.બાળકને જવાને બિસ્કિટ અને ચોકલેટ આપ્યા હતા.એ પછી પોલીસની વાનમાં તેને તેના ઘરે પહોંચાડવામાં આવ્યો હતો.

આ વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.જેમાં બાળક રડતા રડતા માતા પાસે જવાની વાત કહી રહ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ