Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે દેશભરમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જ્ઞાનેશ કુમાર એ વાસ્તવિક મુદ્દો નથી. રવિવારે શંકરસિંહ વાઘેલાએ સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર એ વાસ્તવિક મુદ્દો જ નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે "વાસ્તવિક મુદ્દો" ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. શંકરસિંહે લોકતાંત્રિક માધ્યમો દ્વારા ભાજપને સત્તા પરથી હટાવવાનું આહ્વાન પણ કર્યું હતું.
વાઘેલાએ કહ્યું, "જ્ઞાનેશ કુમાર મુદ્દો છે જ નહીં. વાસ્તવિક મુદ્દો ભારતીય જનતા પાર્ટીના લોકો સાથે જોડાયેલો છે. વાસ્તવિક મુદ્દો ભારતના વડાપ્રધાન છે, તે અને માત્ર તેઓ જ. જો કોઈ જવાબદારીની વાત હોય, તો તે દેશના વડાપ્રધાનની છે. ભૂતકાળમાં સંઘ (RSS) સાથે જોડાયેલા કોઈપણ અધિકારી દેશભક્તિ કરતાં સંઘ પ્રત્યેની વફાદારીને પ્રાથમિકતા આપશે."
 
આજની વાત

હેડલાઈન્સ

રાજનીતિ

ભારત

વિશ્વ