ગુજરાત રાજ્યના તત્કાલીન પૂર્વ ગૃહ પ્રધાન હરેન પંડ્યાની હત્યાનો કેસ ફરીથી ચર્ચાનો વિષય બન્યો છે. હરેન પંડ્યાની હત્યાના ચકચાર ભર્યા કેસમાં 12 આરોપીઓ દોશી ઠરેલા હતા. તે પૈકીના એક દોષી અનસ માચીસવાલાની સજા માફી અંગેની અરજી ગુજરાત સરકારે ફગાવી દીધી છે. આ અંગેની જાણ ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી ત્યાર પછી અરજીનો નિકાલ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ગુજરાત હાઇકોર્ટે આરોપી અનસ માચીસવાલાના પેરોલ દસ દિવસ માટે લંબાવી દીધા છે.