Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુપ્રીમ કોર્ટે મોંઘવારી ભથ્થા(Dearness Allowance) અને મોંઘવારી રાહત(Dearness Relief)ને લઈને એક ઐતિહાસિક અને મહત્ત્વનો ચુકાદો આપ્યો છે, જેનો સીધો લાભ લાખો પેન્શનરોને મળશે. જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ પ્રસન્ના બી. વરાલેની બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે રાજ્ય સરકારો પેન્શનરોને મળતી મોંઘવારી રાહતનો દર કાર્યરત કર્મચારીઓના મોંઘવારી ભથ્થા કરતા ઓછો રાખી શકે નહીં. કોર્ટે અવલોકન કર્યું કે મોંઘવારી સેવારત અને નિવૃત્ત બંને કર્મચારીઓને સમાન રીતે અસર કરે છે, તેથી તેમની વચ્ચે ભેદભાવ કરવો તે બંધારણની કલમ 14(સમાનતાનો અધિકાર)નું ઉલ્લંઘન છે. આ નિર્ણય બાદ હવે સરકારો પેન્શનરો સાથે મોંઘવારીના લાભો બાબતે અન્યાય કરી શકશે નહીં.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ