Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય વિદેશ વિભાગ (IFS)ના અધિકારી વિવેકકુમારને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અંગત સચિવ તરીકે નિમવામાં આવ્યા છે. શુક્રવારે સરકાર દ્વારા આ મુદ્દે આદેશ જારી કરવામાં આવ્યો હતો. વિવેકકુમાર હાલમાં પણ પીએમઓમાં જ કાર્યરત હતા.
વિવેકકુમારે આઈઆઈટી બોમ્બેમાંથી ૧૯૯૮-૨૦૦૨માં કેમિકલ એન્જિનિયરિંગ કર્યું હતું. ૧૯૮૧માં જન્મેલા વિવેક કુમારે આઈએફએસ તરીકે વિદેશોમાં ઘણી સારી કામગીરી ભજવી છે. માત્ર ૩૮ વર્ષની ઉંમરે તેમને મોટી જવાબદારી મળી છે. તેમણે બીટેક કર્યા બાદ એક ટેલિકોમ સોફ્ટવેર સ્ટાર્ટઅપ કંપનીમાં બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર તરીકે ફરજ બજાવી હતી. વિવેક કુમાર ડિસેમ્બર ૨૦૧૪થી પીએમઓમાં ડાયરેક્ટર પદે ફરજ બજાવી રહ્યા હતા. તેમણે વિદેશ મંત્રાલયમાં ડેપ્યુટી ચીફ ઓફ પ્રોટોકોલ (સેરેમોનિયલ્સ) તરીકે જુલાઈ ૨૦૧૩થી ડિસેમ્બર ૨૦૧૬ સુધી કામ કરેલું છે. વિવેકકુમાર સિડનીમાં ભારતના વાજણિજ્ય દૂત તરીકે વિવિધ પદે રહી આવ્યા છે. ભારતમાં આરટીઆઈ એક્ટ ૨૦૦૫ લાગુ થવા પાછળ તેમનું મહત્ત્વનું યોગદાન છે. રશિયામાં પણ ભારતીય દૂતાવાસમાં તેમણે ફરજ બજાવી હતી. આ માટે તેઓ છ મહિના રશિયન પણ શિખ્યા હતા.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ