જમ્મુ-કાશ્મીરમાં ઉનાળુ રાજધાની શ્રીનગરમાં ઠંડીએ છેલ્લાં ૨૮ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. બુધવારે રાત્રે ઠંડીનો પારો ગગડીને માઇનસ ૭.૬ ટકા નોંધાયો હતો. કાશ્મીરખીણ અને લદ્દાખમાં તાપમાન ફ્રીઝિંગ પોઇન્ટથી નીચે જ રહેતાં તમામ જળાશયો અને પાઇપલાઇનો થીજી ગઈ હતી.
કાઝિગુંડમાં માઇનસ ૬.૧ ઠંડી નોંધાઈ જે છેલ્લાં આઠ વર્ષની સૌથી વધુ ઠંડી હતી. ઉત્તર કાશ્મીરના કુપવાડામાં માઇનસ ૬.૭, પહેલગામમાં માઇનસ ૮.૩, ગુલમર્ગમાં માઇનસ ૯, લેહમાં માઇનસ ૮.૪, કારગિલમાં માઇનસ ૧૬.૨ ઠંડી નોંધાઈ હતી. જમ્મુ-કાશ્મીરમાં સૌથી ઠંડું શહેર દ્રાસ રહ્યું હતું. અહીં માઇનસ ૨૦.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દિલ્હીમાં ગુરુવારે સવારે લઘુતમ તાપમાન ૩.૭ ડિગ્રી નોંધાયું હતું, તે સાથે હવાનાં પ્રદૂષણે માઝા મૂકતાં ૧૫ ટ્રેન લેટ પડી હતી.